અજરા કાંઈ જરીયા ન જાય
એ જી વીરા મારા
અજરા કાંઈ જરીયા ન જાય
ધીમે રે ધીમેં રે તમે સાધ પિયો રે હાં
તન ઘોડો મન અસવાર
તમે જરણા ના જિન ધરો ને જી
શીલ બરછી સત હથિયાર
તમે માયલા સે જુદ્ધ કરો ને હાં
કળજુગ કાંટા કેરી વાડય
તમે જોઈ જોઈ ને પાંઉ ધારો ને હાં
ચડવું મેર અસમાન
ત્યાં આડા અવળા વાંક ઘણા છે હાં
બોલિયાં કાંઈ ધ્રુવ ને પ્રહલાદ
તમે અજંપાના જાપ જપોને હાં