અમને અડશો માં અભડાશો Amne Adsho ma abhadasho

અમને અડશો માં અભડાશો, પછી ક્યા નાવાને જાશો….
અમને અડશો માં અભડાશો.

ન્યાત જાત ના બંધન છુટયા છુટી જુઠી લાજ,
ગુરુ પ્રતાપે અમને મળીયુ પ્રેમ નગર નુ રાજ….
અમને અડશો માં અભડાશો

અભડાવા ની જો બીક ન હોય તો આવો અમારી પાસે,
ન્યાતીલા સહુ નિંદા કરે તો પાપ બધા ધોવાશે….
અમને અડશો માં અભડાશો.

ન્યાતી ના જુઠા બંધન માંહી કદી નહી બંધાશ,
સર્વાગી બની સર્વ સ્થળે અમો પ્રેમી થઈને જાશુ….
અમને અડશો માં અભડાશો.

rપ્રેમ પંથના અમે પ્રવાસી પ્રેમી નામ અમારુ,
વ્હેમ ની વાટે કોણ જાય જ્યા જણાય હુ નેમારુ….
અમને અડશો માં અભડાશો.

ઉંચ નીંચ ના ભેદ ભુલી ને સંપીલા થઈ ને ફરશુ,
સત્ સેવા સત કર્મ કરી ને અમર વર ને વરશુ….
અમને અડશો માં અભડાશો.

ઊંચ નીચ ના ભેદ ને ભુલે તે સાચુ સુખ માણે,
દાસ સતાર કહે સમજાવી અભીમાની શુ જાણે? …..
અમને અડશો માં અભડાશો

Leave a Reply