અલક મીલન કે કાજ ફકીરી, લેકે ફરું મેં જંગલમેં Alak milan ke kaj fakiri leke faru me jangal me

અલક મીલન કે કાજ ફકીરી, લેકે ફરું મેં જંગલમેં
તેરી સીકલ કે કાજ ફકીરી લેકે…ટેક.

તુંહી તુંહી તાર લાગ્યો દિલ અંદર,રહું સદા એક રંગનમેં
ત્રણ લોકકી ફિકર મીટાઈ,એહી ફિકર મેરે અંગનમેં;
અલક મીલન…૧

ભભક ભભુતી રખું રોમપે,નાહ કરકે જ્ઞાન ગંગનમેં
સમતા કફની સીલાકે ડારી,ઓઢ રખી એહી અંગનપેં;
અલક મીલન…૨

ભીક્ષા કરુ મેં ભજન ભાવકી,રહું સદા સત સંગનમેં
કરમ કાષ્ટ સબ લકડી જલા દઉં;માલીક તેરા મંગનમેં;
અલક મીલન…૩

મીલજા ફિકર મીટે આ તનકો,પડે હું દુનીયાકે દંગનમેં
સતગુરુ ચરણે “દાસ સવો” કહે,સદા તેરા સંગનમેં;
અલક મીલન…૪

Leave a Reply