આશા કરું છું આપની
અન્ય કોઈ ઇચ્છા નહીં
કળી કાળ મા કૃપા વિના
મુકિત મળે નહીં
આશા કરું છું આપની
શરણે ગયા જે સેવકો
છળ રીપુ જો સતાવે તો
એને પણ મારતા
બગદાણા મા બિરાજતા
બિજે મળે નહીં
આશા કરું છું આપની
મેરુ સમ મહાન જે
ધિરજ ધરી રહ્યા
ઈચ્છા ઓને અળગી કરી
ભ્રમ મા ભળી ગયા
મદ મોહ ક્રોધ થી
કદી એ ચળે નહીં
આશા કરું છું આપની
વાતો વચન વિવેક ની
મુખ થી કરે ઘણા
વર્તન માં એ કે નહીં
તો વાણી થઈ ફના
બાપા એ બુધ્ધિ આપજૉ
જે કોઈ ને નળે નહીં
આશા કરું છું આપની
પ્રથમ પ્રભુ નૂ નામ છે
વિશ્ર્વે વિચારીએ
બાપા કહે એ સૌ પ્રથમ
એને સંભાળીએ
દુખ દરદ જેના નામ થી
નડતર કરે નહીં
આશા કરું છું આપની
બિરાજો બજરંગ દાસજી
બાપા બધે તમે
અણું અણું આપ ને
નીત નીરખીએ અમે
આશીષ એવા આપજો
જીવ જમ થી ડરે નહીં
આશા કરું છું આપની
ચતુરાઈ શું કરુ હવે
કવિતા કરી નથી
અંતર થી ઉપજાવી ને
આપો શુભ મતિ
મારી વૃત્તિ એ શરણ થી
પાછી ફરે નહીં
આશા કરું છું આપની
સંત સેવા સત્સંગ થી
સુધરે ઘણા અહીં
નારાયણ નીત જપ્યા થકી
પામે શુભ ગતી
બજરંગ વાલા રામ ને
સંચય જરી નહીં
આશા કરું છું આપની