આ શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને Sheri valavi saj karu ne gher aavo ne

આ શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને !
આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને…ટેક

આ ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને;
દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને…શેરી

આ દાતણ દેશું દાડમી ઘરે આવો ને
દેશું કણેરી કાંબ, મારે ઘરે આવો ને…શેરી

આ નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને,
દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો ને…શેરી

આ ભોજન દેશું લાપશી ઘરે આવો ને !
દેશું દેશું સાકરિયો કંસાર, મારે ઘરે આવો ને…શેરી

આ રમત-દેશું સોગઠી ઘરે આવોને,
દેશું દેશું પાસાની જોડ, મારે ઘરે આવો ને…શેરી

આ પોઢણ દેશું ઢાલિયા, ઘરે આવોને,
દેશું દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવો ને…શેરી

આ મહેતા નરસૈયાના સ્વામી શામળિયા,
હાં રે અમને તેડી રમાડ્યા રાસ, મારે ઘેર આવો ને…શેરી

Leave a Reply