ઉચેં રે ડુંગર માડી તોળા ઓરડા Unche re dungar madi tara gujarati song lyrics

ઉચેં રે ડુંગર માડી તોળા ઓરડા,
નેજાણી નીચે છે કાંઈ નદીયુ કેરા નીર,
ભેળીયાવાળી રે હો મગર મચ્છવાળી રે હા…
ખોડલઆઈ વેલેરી કરજો રે મારી વાર…

નવઘણ દળ લઈને માડી હાલીયો રે,
માડી એને દરીયો રે આડો છે અપરંપાર,
મોજા ઉછળે રે હો મારગ મળે નહી રે હા…
જગદંબા વેલેરી કરજો રે મારી વાર…

નવઘણ આવ્યો વરુડી ને નેહડેં,
નેજાળી ને કર જોડી લાગ્યો પાય,
વારણા લીધા રે હો આશિષ આઈ એ દીધા રે હા…
ભગવતી વેલેરી કરજો રે મારી વાર…

નવઘણ દળ લઈને હાલીયો,
હેજી ઈ તો હાલ્યો રે કાંઈ સિંધ મારગ મોજાર,
ચકલી બની આવી રે હો ભાલે થઈ સવારી રે હા…
માતાજી એ મારગ રે દીધો સમંદર માંય…
સુમરાને માર્યો માં એ સિંધમા,
જગદંબા એ ઉતાર્યો કાંઈ ભૂમી કેરો ભાર,
ભગા ચારણે ગાયો રે
માડી તમે રાખો હવે ચારણ કુળની લાજ…

Leave a Reply