એવા ગુરૂના શબ્દ વિચારીને ચાલવુ Eva guru na shabd vicharine chalvu

એવા ગુરૂના શબ્દ વિચારીને ચાલવુ, હેતે પ્રીતે લેવુ હરીનુ નામ…ટેક

પુર્વ જન્મની વાતો તુ ભુલી ગયો, કયાથી આવ્યો કોણ તારી જાત
બાજીગરે બાજી રચી છે કારમી, ભુલવણીમા ભુલી ગયો તારી વાત…એવા

નવ નવ મહીના ઉંધે મસ્તક જુલતો, કરતો પ્રભુની સાથે વાત
તારી ભક્તિ નહી ભુલૂ હુ ભુદરા, બાર આવી લાગી માયાની લાત…એવા

નવ લાખ અવતાર લીધા નીરમા, દસ લાખ પંખી પરીવાર
અગીયાર લાખ લીધા કરમકીટમા, વીસ લાખ થાવરમા વિસ્તાર…એવા

ત્રીસ લાખ અવતાર પશુ પાંભર પરવર્યો, ચાર લાખ અલ્પ માનવને પેટ
લખ રે ચોર્યાસી જીવ તુ બહુ ફર્યો, ભુલ્યો ભક્તિ તો જાશ પાછો હેઠ…એવા

મરી મરીને ચેતન બહુ અવતર્યો, હવે મળ્યો મનુષ્ય અવતાર
જો ભક્તિ કરી નહી પરીબ્રહ્મની, ગુરૂ સેવ્યા વિના પડી મુખમા ધુળ…એવા

ગરજે ગગનને અખંડ જ્યોતિ જળહળ, સહેજે મળ્યો ગુરૂજીનો સંગ
ભાણને પ્રતાપે ખીમ રવી સહી કર્યા, મળ્યા છે અટલ પુરૂષ અભંગ…એવા

Leave a Reply