એવા ઘોડલા ચડંતા રે હે દીઠયા રામાપીરનાં રે જી Eva ghodla chadanta re dithya ramapir na re ji

હે હરભૂજીને હૈયે હરખ અપાર રે હાં…

એવા ઘોડલા ચડંતા રે હે દીઠયા રામાપીરનાં રે જી
હે એવા હેતે ને પ્રીતે હેજી ભાયું પરસ્પર ભેટયા રે જી
હે અને કીધી કસુંબાની મનવાર રે હાં…
એવી ભ્રાત્યુંને ભાંગીને હેજી હરભૂજી એમ બોલીયા રે જી
હે સુણ્યા અમે અમંગળ સમાચાર રે હાં…
એવા વચન વધાવે હેજી પડયા રામાપીરજી રે જી
હે અને નકલંક નેજાધારી અવતાર રે હાં…
આવા હરિનાં ચરણે રે “હરભૂજી” આવું બોલીયા રે જી
હે દેજો અમને તમારાં ચરણે વાસ રે જી

Leave a Reply