જોળી મા જાગીર એને આંબે નય કોઈ અમીર
એવી જેની જોળી મા જાગીર
અલખ જોળી ને ખલક ખજાનો
જેને હૈયે સાચુ હિર
માણેક મોતી જેવા શબ્દો મુખ મા
નૈનો મા વરશે સાચા નુર
એવી જેની જોળી મા જાગીર
માયા કાયા ના પકડી મુદ્દા
જકડી ને તોડે જંજીર
દુર્ગુણ દાબે પછી સદગુણ સર્જે
ધર્બે હૈયે સાચી ધીર
એવી જેની જોળી મા જાગીર
વેદ વિવેક ને રાખી વચન મા
ભાંગે ભવ ની ભીડ
ગર્વ ને ગાળી નવરાવે ગંગા મા
તારે ભવ બધી તીર
એવી જેની જોળી મા જાગીર
પાપી ને દ્રષ્ટિ થી પાવન કરે
પલ મા સ્થાપે પીર
નટુદાન નારાયણ પ્રતાપે
ફેરવે લલાટ ની લકીર
એવી જેની જોળી મા જાગીર