એવી પ્યાલી પીધી મેતો, મારા સદગુરુ ના હાથે.
પીતા મારે પ્રીત બંધાણી પ્રીતમ જી ની સાથે….એવી પ્યાલી
પ્રેમ તણી લાગી છે અગ્ની પ્રગટી હાટો હાટે,
અણ સમજુ અજ્ઞાની મુજને ગાંડી ગણી ને કાઢે રે….એવી
પ્રેમે મુજને સદગુરુ મળીયા સફળ થયો મારો જન્મારો
હુ ગાંડી કે આ દુનીયા ગાંડી જ્ઞાની આપ વિચારો….એવી
સ્વામિ ના સુખ ને તો બેની પરણેલી સ્ત્રી જાણે
શુ સમજે કુવારી કન્યા એ તો પિયરયુ વખાણે….એવી
“દાસ સતાર” સદગુરુ પ્રતાપે પરણે લી મોજ માણે
જોવુ હોય તો સુખ પિયુ નુ પરણો વચન પ્રમાણે….એવી