એવી પ્યાલી પીધી મેતો, મારા સદગુરુ ના હાથે Evi pyali pidhi meto mara sadguru na hathe

એવી પ્યાલી પીધી મેતો, મારા સદગુરુ ના હાથે.
પીતા મારે પ્રીત બંધાણી પ્રીતમ જી ની સાથે….
એવી પ્યાલી પીધી મેતો.

પ્રેમ તણી લાગી છે અગ્ની પ્રગટી હાટો હાટે,
rઅણ સમજુ અજ્ઞાની મુજને ગાંડી ગણી ને કાઢે રે……
એવી પ્યાલી પીધી મેતો

પ્રેમે મુજને સદગુરુ મળીયા સફળ થયો મારો જન્મારો
હુ ગાંડી કે આ દુનીયા ગાંડી જ્ઞાની આપ વિચારો…
એવી પ્યાલી પીધી મેતો

સ્વામિ ના સુખ ને તો બેની પરણેલી સ્ત્રી જાણે
શુ સમજે કુવારી કન્યા એ તો પિયરયુ વખાણે……
એવી પ્યાલી પીધી મેતો

દાસ સતાર સદગુરુ પ્રતાપે પરણે લી મોજ માણે
જોવુ હોય તો સુખ પિયુ નુ પરણો વચન પ્રમાણે….

એવી પ્યાલી પીધી મેતો, મારા સદગુરુ ના હાથે…..

Leave a Reply