કાળીદાસ ચુડાસમા. ગુજરાતી ભજનો-૨. Kalidas Chudasama. Gujarati Bhajans-2ગુજરાતી ભજનો-૨. સ્વર: કાળીદાસ ચુડાસમા. Gujarati Bhajans-2. Singer: Kalidas Chudasama. કાળીદાસ ચુડાસમાએ ગાયેલ ભજનોની ૨ ઓડિયો કેસેટ અમને જવારજના હસમુખભાઈ ભટ્ટ અને કાળીદાસ ચુડાસમાના સુપુત્ર હસમુખભાઈ ચુડાસમા તરફથી મળેલ છે. અમે બંને કેસેટોની ડિજિટલ વેવ ફાઈલ બનાવી છે. પહેલી કેસેટની બી સાઈડના ભજનો આ વીડિયોમાં મુક્યા છે. ગુજરાતી સંગીત એમનો ખુબ ખુબ આભાર આભાર માને છે.

જવારજના હસમુખભાઈ ભટ્ટ આશરે પચીસ વર્ષ પહેલા શ્રી કાળીદાસ ચુડાસમાએ ગાયેલ ભજનોની ઓડિયો કેસેટ શોધતા હતા. તેમને કેસેટો તો ન મળી પરંતુ કાળીદાસ ચુડાસમાના સુપુત્ર હસમુખભાઈ ચુડાસમા મળ્યા. હસમુખભાઈ ચુડાસમાએ તેમના પિતાશ્રીના ગાયેલ ભજનોની બે ઓડિયો કેસેટ હસમુખભાઈ ભટ્ટને આપી. હસમુખભાઈ ભટ્ટ પાસે આ બંને કેસેટો અત્યાર સુધી સચવાયેલી હતી જે તેમણે અમને એટલે કે ‘ગુજરાતી સંગીત’ને આપી અને કહ્યું કે તમારી ચેનલમાં એમના આ ભજનો મુકો. અમે તેમની લાગણીને માન આપીને એ ભજનો અહીં મુકીયે છીએ.

Leave a Reply