ગગન ગઢ રમવાને હાલો Gagan gadh ramvane halo

ગગન ગઢ રમવાને હાલો, નીરાસી પદમા સદા માલો…ટેક.
પડવે ભાળ પડી તારી,મધ્ય નીરખ્યા મોરારી
વાલમ પર જાવું હુ વારી;ગગન-૧

બીજે બોલે બહુનામી ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી
જુગતીથી તમે જોઈલો અંતરજામી;ગગન-૨

ત્રિજે તુરાઈ વાજાં વાગે,સુરતા મારી સનસુખ રહી જાગે
માહ સુને મોરલીયું વાગે;
ગગન-૩

ચોથે ચંદ્ર ભાણ વાળી જોવે કોઈ આપાપણાને ટાળી
ત્રીવેણી ઉપર નુર લ્યો નીહાળી;ગગન-૪

પાંચમ પવન થંભ ઠેરી, લાગી મુને પ્રેમ તણી લેરી
સુરતા મારી શબ્દુંમા ઘેરી;ગગન-૫

છઠે જોવો સનમુખ દ્વારો ત્રીવેણી ઉપર નાયાનો આરો
ત્યા તો સદા વરસે અમર ધારો;ગગન-૬

સાતમે સમરણ જડયું સાચું આતો કોઈ વીરલા જાણે વાતું
જડયું હવે આદુનું ખાતુ;
ગગન ગઢ-૭

આઠમે અકળ કળા એની વાતું હવે ક્યાં જઈ કરુ વ્રેહની
રહું હું તો શબ્દ નીસીમાં ધેની;ગગન ગઢ-૮

નુમે મારે નીરભે થયો નાતો છોડાવ્યો જમપુરીથી જાતો
સતગુરુએ શબ્દ દીધો સાચો;ગગન ગઢ-૯

દશમે જડી દોર તણી ટેકી મધ્યમાં મળ્યા અલખ એકાએકી
સુરતા મારી દંગ પામી દેખી;
ગગન ગઢ-૧0

એકાદશી અવીધટ ધાટ એવો શબ્દ લઈને સુરતાને સેવો
સદાય તમે સોહ પુરુષ સેવો; ગગન ગઢ-૧૧

દવાદસી દૂર નથી વાલો સમજ વીના બારે ફરતો ઠાલો
સુખમણ સાથે પી લ્યો અમર પ્યાલો ;ગગન ગઢ-૧૨

તેરસે વાળી ઉપર ઘારા જપુ નીજનામ તણી માળા
પ્રાગટ્યા રવી ઉલટાયા અજવાળું ગગઢ ગઢ-૧૩

ચૌદસે કહ્યુ ચીત કરે નહી મારુ થયું ઓચીંતુ અજવાળું
સતગુરુએ તોડયું વજર તાળું;ગગન ગઢ-૧૪

પુનમે દેખી પુરણ પદ પામી મળ્યા જયારે ફુલગરજી સ્વામી
રહે છે સવો ચરણમાં શીસ નામી; ગગન ગઢ-૧૫

Leave a Reply