ગાયુના ગોવાળીયા જટ ગાયુ લઈને આવજો. Gayuna govaliya

ગાયુના ગોવાળીયા જટ ગાયુ લઈને આવજો…
એ ના વાછરુ એ ભાભરે ને વલખા મારે રે
ભરવાળીયા જટ ગાયુ લઈ ને આવજો…
ગાયુ ના ગોવાળીયા…

ગાયુના દુજાણે નેહળે દીવા રે જબુકતા
એ રે ગાયને ભુખી રે લઈ ને આવુ તો
ભરવારણ મુને મારો ઠાકર ઠપકો આપસે.
ગાયુ ના ગોવાળીયા…

ગોરલ રે ગાવળીના દુધ અમે ત્રાહળીયુ મા પીધા રે
એના રે વાછરુ ને ભુખ્યા રાખુ તો
ભરવારણ મુને મારો ઠાકર ઠપકો દેસે રે.
ગાયુ ના ગોવાળીયા…

Leave a Reply