છોડી મત જા મને એકલી વણજારા – chhodi mat ja mane ekli vanjara – gujarati song lyrics

છોડી મત જા મને એકલી વણજારા
છોડી મત જા, પરદેશમાં વણજારા
જીઓ વણજારા, જીઓ વણજારા….
સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા,
મારે કરમે નીકળ્યા કથીર રે, વણજારા…
જીઓ વણજારા, જીઓ વણજારા…
ડુંગર માથે તારી દેરડી વણજારા,
હું તો ચડી ચડી જોઉં તારી વાટ રે, વણજારા…
જીઓ વણજારા, જીઓ વણજારા….
કાજી મામદશાની વિનંતી વણજારા,
તમે રહી જાઓ આજની રાત રે, વણજારા….
જીઓ વણજારા, જીઓ વણજારા…

Leave a Reply