છોડ સોચ સમતા પકડી લે, Chhod soch samta pakdi le gujarati bhajan lyrics

છોડ સોચ સમતા પકડી લે,
મૂક મમતા મનવા મેરા ;
તેરો સંગાથી તુંહી એકલો,
આખર નહીં હૈ કોઇ તેરા…..છોડ

એ…નફ્ફટ ની નથી કરવી લાજ,
કોટી ન કોટી ફર્યો ફેરા ;
માતા,પિતા,સુત, ભગીની જોઈ લ્યો કોઇ નહીં આવે તારી ભેળા…છોડ

એ…રાવણ, કંસ, ને કૌરવ જેવા
બાળી ને કર્યા રાખના ઢેરા ;
જુવો વિચારી તમે વેદના વચનો,
કાળ વેરી છે જગત કેરા…છોડ

એ…દો દિન સારું સુખે જીવવામાં,
ખેલ રચ્યા આ નટ જેવા ;
પંડ છોડી ને જાવું પલક માં ,
આગળ છે યમ કા ડેરા… છોડ

એ…આ દેખાય છે તે અદૃશ્ય થાશે,
જેમ જાય છે દુ:ખ ની વેળા ;
દાસ સવો કહે સ્વપ્ન સુખ માં ,
બગડે મોત મુરખ તેરા…છોડ સોચ સમતા પકડી લે મૂક મમતા મનવા મેરા, તેરો સંગાથી તુંહી એકલો , આખર નહીં હૈ કોઇ તેરા …..

Leave a Reply