અંગે અભિમાન ને આકાશે થી ઉતરી, એ જી પડતાં ધોધમાર પાણી
જટામાં ગંગાજી અટવાણી
અવર નદી સમ એના દિલમાં, જોગીળે મુજને જાણી
ત્રિપુરારી નો ગર્વ ઉતારી, એને પાતાળ લય જાવ તાણી
જટામાં ગંગાજી અટવાણી
અગમ અગોચર જટા વધારી, જુગતી શકે ના કોઈ જાણી
ભગીરથ કારણે જલ્યા શંભુ યે, પડતાં ગંગા ના પાણી
જટા મા ગંગાજી અટવાણી
વિનંતી સાંભળી ભગીરથ કેરી, પાડ્યું બિંદુ એક પાણી
એ બિંદુમાથી ત્રણ ધારા પ્રગટી, ત્રણ નામે ઓળખાણી
જટા મા ગંગાજી અટવાણી
સુરસરીયે શિવજી ને વિનવ્યા, ગાય વિમળ વેદ વાણી
“સામત” શંકરે ગંગા ને રાખ્યાં, કર્યા મુગટ ની રાણી
જટા મા ગંગાજી અટવાણી