જીયો રે એ કબીરા અમને રામધૂન લાગી jiyo re kabira amne ramdhun lagi

રામધૂન લાગી ભજનધૂન લાગી
જીયો રે એ કબીરા અમને રામધૂન લાગી…૨

વન કેરી સંગતું માં લીમડા બીગડીયાં(૨)
લીમડા બીગડીયાં ગુરુજી ચંદન નીપજ્યા…
જીયો રે એ કબીરા…

પાણી કેરા સંગમાં પથરા બીગડીયાં(૨)
પથરા બીગડીયાં માય થીં હિરલા નીપજ્યા…
જીયો રે એ કબીરા…

છાશ કેરી સંગતું માં ભાઈ દુધડા બીગડીયાં(૨)
દુધડા બીગડીયાં માય થીં ગોરસ નીપજ્યા…
જીયો રે એ કબીરા…

ગુણકાં ની સંગતું માં કબીરા બીગડીયા(૨)
કબીરા બીગડીયા માય થીં સંત નીપજ્યા
જીયો રે એ કબીરા…

કહેત કબીરા સુનો ભાઈ સાધુ(૨)
આપે મુવાલો પછી કુળ નઈ દુનીયા સુધર્યા…
જીયો રે એ કબીરા…

Leave a Reply