જોતાં રે જોતાં રે અમને જડિયાં રે સાચાં સાગરનાં મોતી sacha sagar na moti

જોતાં રે જોતાં રે અમને જડિયાં રે સાચાં સાગરનાં મોતી

લીલાં લીલાં મોતીડાં રે હાં… સંતો ભાઈ ! પીળાં પીળાં મોતી
તખત ત્રીવેણી ના તીરમાં રે….સાચાં સાગરનાં મોતી

જીણાં જીણાં મોતીડાં રે… સંતો ભાઈ ! નેણલે પીરોતી
ગગન મંડળમાં હીરલા રે….સાચાં સાગરનાં મોતી

ઈ રે મોતીડાં રે હાં… સંતો ભાઈ ! કોઈ લાવો ગોતી
એનો રે બનું રે હું તો દાસ રે….સાચાં સાગરનાં મોતી

કહત કબીરા રે હાં… સંતો ભાઈ ! સૂનો મેરે સાધુ
સાધુડાં લેજો રે મોતીડાં ગોતી રે….સાચાં સાગરનાં મોતી

Leave a Reply