તને જાતા જોઈ પનઘટની વાટે Tane jata joo panghat ni vate gujarati song lyrics

તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,
તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારૂ મન મોહી ગયુ,
કેડે કંદોરોને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારૂ મન મોહી ગયુ,
રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે,
મારૂ મન મોહી ગયુ,
બેંડલુ માથે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે,
મારૂ મન મોહી ગયુ,
તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,

Leave a Reply