તરણા થી તરી જનાર કદી તરણાઓ સહારા હોય નહિ
આ તો એનું કૃપા છે નહિ તો મઝધારે કિનારા હોય નહિ
- તમે રૂપ ને ઢાંકી દેતા એ જુલ્ફ ને સરકાવી દો
જોવા દો બરાબર ધરતી પર ચાંદ સિતારા હોય નહિ
-જુલ્મો ની શિકાયત કરવાને હું આપ કને ના આવ્યો છો
કિન્તુ એ કહેવા આવ્યો છુ આ ખ્યાલ તમારા હોય નહિ
- જો જુલ્મો કરો તો એવા કરો ના થાય પછતાવો કદી
આ જીણી જીણી વાતો માં કે અશ્રુધારા હોય નહિ - આરામ જરા લેવા બેઠો ‘ નજીર’ તો દિશાઓ ગુંજી ઉઠી
મંજિલ ના પ્રવાસે જનારા,, રસ્તા માં ઉતારા હોય નહિ