તારો રે ભરોસો મને ભારી
એવો ગરવો દાતા ગિરનારી રે બાવો ગિરનારી.
ઉંચો છે ગરવો દાતાર નીચે જમીયલશા દાતા
વચમાં ભવેશર ભારી
એવો ગરવો દાતા ગિરનારી રે બાવો ગિરનારી.
લીલી ને પીળી તારી ધજાઓ ફરુકે દાતા
ધોળી રે ધજા પર જાઉં વારી
એવો ગરવો દાતાર ગિરનારી રે બાવો ગિરનારી.
અઢાર ભાત વનસ્પતિ ત્યાં બીરાજે દાતા
ફોરુ દિયે છે ફૂલવાડી
એવો ગરવો દાતા ગિરનારી રે બાવો ગિરનારી.
દેશ અને પરદેશથી યાત્રાળુ આવે દાતા
નમણું કરે નર ને નારી
એવો ગરવો દાતા ગિરનારી રે બાવો ગિરનારી.
ત્રીકમ સાહેબ ભીમ કેરે શરણે દાતા
તારા રે બાના ની બલિહારી
એવો ગરવો દાતા ગિરનારી રે બાવો ગિરનારી.