નિજિયા ધરમ છે અસલકા જુગ પછી Nijiya dharam chhe asalka jug pachhi

નિજિયા ધરમ છે અસલકા જુગ પછી.
એક આરાંબર છાયા હૈ ઓહંકાર સોહંકાર હુવા.
મૂળમાંથી ભાઈ બોલીમાં શક્તી હે.
ભમ્મર ગુફામાં ભણકારા હુવા…નિજિયા ધરમ છે.

ઓહમ સોહમ કરતી બોલીમાં શક્તિ
સાદ મેં સાદ મુને કોણે દિયા
એક વચન ભાયું એવું પ્રગટિયુ
બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વર હુવા…નિજિયા ધરમ છે.

સુઇ ને સોચી શેષ ન લાગયો
નયાં કોણ વચન કા નીમ લીયા
જળ થળ વિના ચડીયો હે અવિનાશી
વિશ ભુજાયે એને પકડ લિંયા…નિજિયા ધરમ છે.

પાંચ મળીને આ પાટ ઠાઠ પૂજયો
સત વચન કા નયાં નીમ લિયા.
આપે અલખધણી આવી બેઠો ગત્ય મા
નયાં શિવ શક્તિના પાટ હુવા…નિજિયા ધરમ છે.

સંગત મા નયા એક પંગત રચી હે
અધર પિયાલા કોણે પિયા
ભગવા ભગવા સબ રંગયા હે
કહો પરથમ ભગવા કોણે લિયા…નિજિયા ધરમ છે.

આદિ દેવતાયે આરાંબર રચાયા હે
સેજે સત વચન સુણી લિયા.
મછેનદ્ન ના ચેલા જતિ “ગોરખ” બોલ્યા
સુણે શીખે એના પાપ ગીયા…નિજિયા ધરમ છે.

Leave a Reply