નેણાં રે ઠર્યાં છે તમને જોઇને Nena re tharya chhe tamne joine

નેણાં રે ઠર્યાં છે તમને જોઇને,
છબીલા કાના…ઓ કાના
નેણાં રે ઠર્યાં છે તમને જોઇને

જેદીનાં તમે રે ગયા છો કહીને,
તે દિન વિત્યા છે મુજ રોઇ-રોઇ ને…
છબીલા કાના…

આવી લોક-લજ્જા મેલી મેં તો
રહી છું મોહન તમને મોહીને…
છબીલા કાના…

બાઇ મીરાં ગાવે પ્રભુ ગિરીધરનાં ગુણ​,
રહી છું ચરણ ચિત પ્રોઇને…
છબીલા કાના…

Leave a Reply