પાગલ થી કરવો પ્યાર તમારુ ગજુ નથી….
જીવન થશે ખુંવાર તમારુ ગજુ નથી…
તજવા તમારા દ્વાર તમારુ ગજુ નથી..
તે તલવાર કેરી ધાર તમારુ ગજુ નથી.
એ તો અમે તજી ને ધરા આવીયે ગગન…
થાવુ એ હદ ની બહાર તમારુ ગજુ નથી…
રે વા દે ભલા પક્ષ લેવો અમારો.
કે દુશ્મન થાશે હજાર તમારુ ગજુ નથી…
“નાઝીર” ની જેમ હસ્તી નહી મિટાવી શકો.
કરશો નહી કરાર તમારુ ગજુ નથી …
પાગલ થી કરવો પ્યાર..