પાઘડીવાળા…ભલે પા’ઘડી જીવ્યા Paghadivala re gujarati lyrics

પાઘડીવાળા…ભલે પા’ઘડી જીવ્યા,
એના આ’ઘડી અમર નામ મરજીવા… પાઘડીવાળા

પાઘ ભગવીને…આખા દેશનો દિવો,
એનું નામ વિવેકાનંદ મરજીવા… પાઘડીવાળા

પાઘ મરાઠીને…એનુ નામ શિવાજી,
હિંદનો રાખણહાર મરજીવા…પાઘડીવાળા

પાઘ પંજાબીને..એનુ નામ ભગતસિંહ,
ગોરિયાઓ ગભરાય મરજીવા… પાઘડીવાળા

પાઘ ગુજરાતીને…એણે બ્રહ્મને હર્યા,
એનુ નામ જોગી જલીયાણ મરજીવા… પાઘડીવાળા

પાઘ મેવાળીને…રાજ રાણાનુ,
ચારણે રાખેલ સત મરજીવા…પાઘડીવાળા

Leave a Reply