પ્યાલો મેં પીધેલ છે ભરપૂર Pyalo me pidhel chhe bharpur gujarati bhajan lyrics

પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર
દયા કરીને મને પ્રેમરસ પાયો, નેનુમેં આયા નૂર
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર.
નૂરન સૂરતની સાન ઠેરાણી રે, બાજત ગગનામેં તૂર
રોમે રોમ રંગ લાગી રિયા તો નખશિખ
પ્રગટ્યા નૂર. પ્યાલો…
સ્થાવર જંગમ જળ સ્થળ ભરિયો રે, ઘટમાં ચંદા ને સૂર
ઘટોઘટ માંહી રામ રમતા બીરાજે, દિલ
હીણાથી રિયા દૂર. પ્યાલો….
ભાવે પ્રીતે જેને પૂરા નર ભેટિયા રે વરસત નિર્મળ નૂર
જે સમજ્યા સતગુરુની સાનમાં, ભર્યા રિયા ભરપૂર.
પ્યાલો…..
ભીમ ભેટ્યા ને મારી ભે સરવે ભાંગી રે, હરદમ
હાલ હજૂર
દાસી જીવણ સત ભીમના ચરણાં, પાયો તેને
ચકનાચૂર. પ્યાલો…..

Leave a Reply