બેની મને ભીતર સદગુરૂ હે મળીયા beni mane bhitar sadguru he maliya

વરતાણી આનંદ ની લીલા. આજ મારી બાયુ રે
બેની મને ભીતર સદગુરૂ હે મળીયા…….ટેક

અખંડ ભાણ દિલ ભીતર ઉગ્યા. સઘળી ભોમીકા ભાળી.
શુનમંડળ મા મારો શ્યામ બીરાજે. ત્રીકુટી મા લાગી ગઇ તાળી…..આજ

અગમ ખડકી જોયુ ઉઘાડી . સામા સદગુરૂ દિસે.
રંગ મહેલ પર લેપત લાગી . ત્યા તો કેડી કેડી યાચના કીજે…..આજ

બાવન બજાર ચોરાશી ચૌટા. કાચ મહેલ મંદિર કિના
જનક શહેર ને જરોખા જાળીયા . એમા દો દો આસન દિના…..આજ

ઘડી ઘડી ના ઘડયાળા વાગે. છત્રીસ રાગ સુણાય.
ભેર ભુગંળ ને મૃદંગ વાગે . જાલરી વાગે જીણી જીણી….આજ

ચીત્રામણ શીહાસન પવન પુતળી. નખ શીખ નેણે નીરખી.
અંગ ના ઓશીકા પ્રેમ ના પાથરણા . સદગુરૂ દેખી હુ તો હરખી….આજ

સત નામ નો સંતાર લઇ. ગુણ તખત પર ગાયો
લખમી સાહેબ ને ગુરૂ કરમણ મળીયા. મને ભેદ અગમરો પાયો….આજ

Leave a Reply