ભલે રે ઓઢ્યો રે માડી ભેળીયો bhale re odhyo re madi bheliyo

માડી તારા ભેળીયામાં ઉજળું અમારુ ભાવી રે,
જગદંબા આવળ ભલે રે ઓઢ્યો રે માડી ભેળીયો…

માડી એને મહેશે પીંજ્યો ને ઉમાએ કાંતીયો રે,
માડી એમાં રામસીતાએ વણ્યા રુડા તાર રે…
જગદંબા…

માડી એવો આદી રે અનાદી નો જગજુનો ભેળીયો રે,
માડી એમાં ચિતર્યા જોને ચૌદ રે બ્રહમાંડ રે…
જગદંબા…

માડી તારા બાના રે પેરી ને જગમાં માલતા રે,
માડી તમે રાખો રે બાના કેરી લાજ્યું રે…
જગદંબા…

માડી એવા કિશન રે કવિની આ છે વિનતી રે,
જાવું મારે તમારા હે ચરણો પર વારી રે…
જગદંબા….

Leave a Reply