ભાઈ તું ભજી લેને કિરતાર bhai tu bhaji le ne kirtar

મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને, મળે નહીં વારંવાર,
ભાઈ તું ભજી લેને કિરતાર…

જૂઠી છે કાયા ને જૂઠી છે માયા, જૂઠો કુટુંબ પરિવાર,
રાજા ગોપીચંદ અને ભરથરી, છોડી ગયા ઘરબાર… ૧

કામ ક્રોધ મદ લોભ મોહમાં, જ્ઞાને જુઓ નથી સાર,
આ અવસર જો ચૂકી ગયા તો, ખાશો જમના માર… ૨

લાખો ગયા ને તું પણ જવાનો, મૂરખ મનમાં વિચાર,
સાચું કહું છું છતાં જૂઠું માને તો, મુવા કુટુંબને સંભાર… ૩

સદ્ ચલણ સદ્‍ગુરુની સેવા, સજ્જનનો શણગાર,
દાસ સતાર કહે કર જોડી, હરિ ભજી ઊતરો પાર… ૪

Leave a Reply