મહાવીર બજરંગ એનું નામ | Mahavir Bajrang Enu Naam | Hanumaan Jayanti | Gujarati Bhajan | SMM 121Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/details?id=smm.example.smmapp
Website : http://smm.tss.ai/
Facebook : https://www.facebook.com/ShyamMahilaMandal
Instagram : https://www.instagram.com/shyammahilamandal/
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri2020, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
:
રોમ રોમમાં રામ વસે છે, અદ્દભુદ જેનું કામ
મહાવીર બજરંગ એનું નામ (૨)
સ્મરણ જેનું નિશદિન કરતા, પાપો જાયે તમામ
મહાવીર બજરંગ એનું નામ (૨)
કંચન વરણી કાયા જેની, વિશાલ આંખો અમી ભરેલી
સ્મરણ કરે છે રાત દિવસ એ, જય જય સીતારામ… મહાવીર બજરંગ એનું નામ (૨)
સિંદૂર તેલ ને માળા ચડાવે, હનુમાન ચાલીસા જે કોઈ ગાવે
ભાવ ધરીને વ્રત જે કરતા, દેશે અદભુત હામ…. મહાવીર બજરંગ એનું નામ (૨)
જે જન મન પ્રભુ ચરણે ધરતા, ધામ અયોધ્યામાં ઠરીને રહેતા
ના કોઈ આવે એમની તોલે, લઇ જાયે રામ ધામ… મહાવીર બજરંગ એનું નામ (૨)
દાવાનળ લંકામાં પ્રગટાવ્યા, મહાબળીયા એ કહેવાયા
લંકા બાળી સાગરમાં કુદયા, આવ્યા રામની પાસ… મહાવીર બજરંગ એનું નામ (૨)
રામાયણ જ્યાં જ્યાં વંચાયે, હનુમાન ત્યાં ત્યાં બેસી જાયે
પુનિત દ્રષ્ટિ મળતા નરહરિ, ક્યારેક મળશે રામ… મહાવીર બજરંગ એનું નામ (૨)

સાખી;
હે.. બજરંગબલી શ્રીરામના ઋણી કહેવાયા તમે
મૂર્તિ સીતા ને રામની નિત આપના હ્યદયે રમે.. (૨)

Leave a Reply