મારા નખના પરવાળા જેવી ચૂંદડી – Mara Nakh na parvala – Gujarati Geet Lyrics

મારા નખના પરવાળા જેવી ચૂંદડી
મારી ચુંદડીનો રંગ રાતો હો લાડલી
ઓઢોને સાહેબજાદી ચૂંદડી
હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી
મારા દાદાજી દેખે માતાજી દેખે
કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી
તમારા દાદાના તેડ્યાં અમે આવશું
તમારી માતાના મન મોહશે હો લાડલી
ઓઢોને લાડકવાયી ચૂંદડી
હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી
મારા વીરોજી દેખે ભાભી દેખે
કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી
તમારા વીરાના તેડ્યાં અમે આવશું
તમારી ભાભીના ગુણલાં ગાશું હો લાડલી
ઓઢોને સાહેબજાદી ચૂંદડી

Leave a Reply