મારા મન મસ્તાના રે. દિલ દિવાના રે.
લે લે પ્રભુ ના ગુણ ગાઇ ….ટેક
આગુના બોલ સંભાળી લે આત્મા.શુ રહ્યો અંદર છુપાઈ.
અહી આવ્યા પછી બહોત સુખ પાયો.આનંદ ની ઘડી તુ જે આઇ…મારા.
સગુને કુટુંબ તારુ સુખડાં નુ બેલી. માત પિતા ને સુત ભાઇ.
ઘરની સ્ત્રીયા તારી સંગ નહિ ચાલે. હંસો એકલો ચાલ્યો જાય. ….મારા
ચોરાશી વર્ષ ભલે શીકાર ખેલ્યા.ઉનકા ધોખા મટી જાય.
સ્વાસ-ઉશ્ર્વાસ હાલે તારી દેહ મા. ઉનકી કરી લેને ઓળખાણી…..મારા
દમ કદમ ના દોર પર ચડી જા બંદા. અટળ અભય પદ પાઇ.
દાસી જીવણ સંતો ભીમ ગુરૂ ચરણે. સમજુ ને દિયા સમજાય. …..મારા