લેને તારી લાકડી ને લેને તારી કામળી- Lene tari lakdi ne- Gujarati song poem lyrics

લેને તારી લાકડી ને લેને તારી કામળી,
ગાયો ચરાવવા નહિ જાઉં માવલડી … લેને.
માખણ તો બલભદ્ર ખાધું.
અમને મળી ખાટી હો રે છાશલડી … લેને૦
વૃંદા તે વનને મારગે જાતાં,
પગમાં ખૂંચે ઝીણી કાંકરડી … લેને૦
દાદુર મોર પપીહા રે બોલે,
ખિજાવે કહી કાળી કરસનડી … લેને૦
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમળ ચિત્ત રાખલડી … લેને૦

Leave a Reply