વાગે છે રે વાગે છે – vage chhe re vanravan morli vage chhe – gujarati geet lyrics

વાગે છે રે વાગે છે,
વનરાવન મોરલી વાગે છે.
એના સૂર ગગનમાં ગાજે છે,
વનરાવન મોરલી વાગે છે.
કેમ કરી આવું કાન ગોકુળની ગલીઓમાં
મારી સાસુડી વેરણ જાગે છે.
પગલું માંડુ તો વાગે પગના ઝાંઝર આ
મારી જેઠાણી વેરણ જાગે છે.
વીતે છે રાતડીને ચાંદલીયો આથમ્યો
મારી દેરાણી વેરણ જાગે છે.
હળવેથી છેડ કાન મોરલીના સૂર હવે
તારી મોરલીના મોહબાણ વાગે છે.

Leave a Reply