વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી Vah vah re fakiri mere santan ki

વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી
સંતન કી મેરે મહંતન કી…ટેક

નામ અનામ મેં નિશદિન રટું
તોડું હું તો ત્રીવીધ તાપન કી…
વાહ વાહ રે…

લોભ મોહ અને કામ ને મારી
એ ગરદન પકડું મેં ક્રોધન કી…
વાહ વાહ રે…

પાંચ પચીસ કો કેદ કરીને
દુવાઈ ફિરાંઉ મેં આ મન કી…
વાહ વાહ રે…

અધર તખત પર ગુરુજીના આસન રાખી
પછી લગાવું સમાધી મેરે ગુરુદેવન કી…
વાહ વાહ રે…

કહત કબીરા સુનો ભાઈ સાધુ
આવી બલીહારી મેરે ગુરુદેવન કી…
વાહ વાહ રે…

Leave a Reply