વેળાનાં વછૂટ્યા રે હે ભવો ભેળા નહીં થઈએ Vela na vachhutya re he bhavo bhela nahi thaiye

વેળાનાં વછૂટ્યા રે હે ભવો ભેળા નહીં થઈએ

ભવથી વછૂટ્યા રે આપણે, કોઈ’દિ ભેળા નહીં થઈએ
આવી બેલડીયું રે બાંધીને રે, હે બેની બજારુંમાં મહાલતા રે;
ઈ બેલડીયે દગો દીધો મોરી સૈ
વેળાનાં વછૂટ્યા રે…
આ મહેરામણ માયાળુ રે, હે એના બચલાં મેલી હાલ્યો બેટમાં રે;
ઈ પંખીડે લીધી વિદેશની રે વાટ
વેળાનાં વછૂટ્યા રે…
આ હૈયા માથે હોળી રે, હે બેની ખાંતીલો ખડકી ગયો;
આવી ઝાંપે ઝરાળું લાગી રે, હે અગ્નિ ક્યાં જઈને હું ઓલવું રે
હે ઝરાળું બેની હે પ્રગટી પંડય ની માહીં
વેળાનાં વછૂટ્યા રે…
આવા “લખમો માળી” કહે છે રે, હે વડા ધણીને અમારી આ વિનંતી;
હે સાંભળી લ્યો હે ગરીબે નવાઝ
વેળાનાં વછૂટ્યા રે…

Leave a Reply