શું પૂછો મુજને કે હું શું કરું છું

શું પૂછો મુજને કે હું શું કરું છું
મને જ્યાં ગમે,ત્યાં હરું છું ફરું છું.

ન જાઉં ન જાઉં, કુમાર્ગે કદાપિ,
વિચારી વિચારી ને, ડગલાં ભરું છું.

કરે કોઈ લાખો, બુરાઈ છતાં હું,
બુરાઈને બદલે, ભલાઈ કરું છું.

નથી બીક કોઈની, મને આ જગતમાં,
ફકત એક મારા, પ્રભુથી ડરું છું.

ચડી છે ખુમારી, પીધી છે પ્રેમ સુરા,
જગતમાં હું પ્રેમી, થઈ થઈ વિચરું છું.

છે સાધુ સંવત, ‘ભક્ત સત્તાર’નું,
કવિ જ્ઞાનીઓને, હું ચરણે ધરું છું.

Leave a Reply