પાછા નહી પડે, ડગલા પાછા નહી ભરે
સતના ધીંગાણે સંતો પાછા નહી પડે…ટેક
કુવે પડતી રોકી જેને, આયવું કલંક માથે એને
નારી ને જીવાડી મુળદાસ ગધેડે ચડે…
સત ના ધીંગાણે સંતો…
ખાવંદ જમાડવા ખાતે, કીધી ચોરી માજમ રાતે
સવાર માં શરીર એના સુળી એ ચડે…
સત ના ધીંગાણે સંતો…
રણ ચડીયા સતને માટે, આવી આફત સુધનવા માથે
સતના કાજે ઈ તો તાતા તેલમા બળે…
સત ના ધીંગાણે સંતો…
“સંત શિવપુરી” સાચા, આપી એણે અમર વાચા
પ્રેમથી “સામંત” એના પાંવ પકડે…
સત ના ધીંગાણે સંતો…