સદગુરુ રામ ને રીજાવુ sadguru ram ne rijavu re

સોઈ વાતુ જાણે જ વિરલા સુક્ષ્મ વેદ સુણાવુ મેરે દાતા
સદગુરુ રામ ને રીજાવુ ..એ.જી

મન પવન ને મુળે બાંધી , અગમ ખડકીએ આવુ
ખરી ખબર થી ખોજુ ખાવંદ ને, તા પર લગની લગાવુ….મેરે દાતા

મુળ કમળ થી મધ્યમા આવી ઉનમુન ધ્યાન લગાવુ
ઈ રે કળાથી જપુ અજંપા શ્વાસે શ્વાસ સમાવુ ….મેરે દાતા

ચલી સુરતા ચડી ગગન પર , અનહદ નાદ બજાવુ
ઝળહળ જયોતિ જાગી ઝરુખે , રુચિ બ્રહમ શેર જગાવુ….મેરે દાતા

આવન જાવનકા મટી ગયા અંતરા, એવા પરવાના પાવુ
મેરમ સાહેબ સદગુરુ ચરણે , નવી નકલ મા ન આવુ ….મેરે દાતા

Leave a Reply