સદગુરૂ ના ચરણ મા મારે કાયમ રે દિવાળી
કદીયે ના ભાળી મે તો રૈન અંધારી …….
સદગુરૂ ના ચરણ મા,,,
★
ફટક ફટક મે ફોડયા ફટાકા,
ભજન ભડાકે પાયા આંનદ અપારા……..
સદગુરૂ ના ચરણ મા,,,
★
તન કર ગોળાને મન કર વિષ દારુ
ધૂન કી જામગરી ઓહંગ અગન પ્રજાળુ…….
સદગુરૂ ના ચરણ મા,,,
★
ખૂબ અમે ખેલ્યા ને ખૂબ આનંદે ઉડ્યા
નિજાનંદ પાયા એ છે આનંદ અપારા……
સદગુરૂ ના ચરણ મા,,,
★
રંગ ભર નૈનુ મા દિપક જલાયા
કહે બાપા “બળદેવ ” ગગન મા દિવાળી