કાને કુંડળ અને જટાધારીં હો જી રે
અંગડે લગીવી જોને ભભૂત
એવા સમી સાંજના સપના જોને આવીયા
સપના આળ ને પંપાળ
તમારા સપના સુકે લાકડે હો જી રે
જાજો કોઇ ગોઝારીનાં ઘેર…કાને…
બાણું લાખ દુજે રાણી માળવો હો જી રે
ભરીયા અખૂટ જોને ભંડાર
ખાજો પીજો ને રાણી ધન વાપરો
કપડા પહેરો મોંઘેરા આજ…કાને…
બળ્યો રે બાણું લાખ રાજા તારો માળવો હો જી રે
બળ્યા તારા અખૂટ ભંડાર
ઘરનો ધણી જેદી જોગી બન્યો
બળ્યો આ રાણીનો અવતાર…કાને…
પરાયે જાતા મનને માલતા હો જી રે
લેતા કાંય ઈશ્વરના નામ
ઘરનો ધણી રે જેદી બાવો બન્યો
પીયે ઈ લીલાગરની ભાંગ…કાને…
ગુરૂ ગોરક્ષ પ્રતાપે ભરથરી બોલીયા હો જી રે
નવખંડ રાખ્યા ગુરૂજીએ નામ
કાને કુંડળ જટાધારીં હો…