હરી હરાની મરજી મે તો, અરજી કરી છે એને hari hara ni marji

હરી હરાની મરજી મે તો, અરજી કરી છે એને
ચાહે ન ચાહે મુજને, મારો તો પ્યાર છેને…ટેક

દુનીયાને છોડી દોડી, શરણ ગ્રહયુ છે એનુ
મારા જીવનની દોરી, એને હાથ છેને…હરી

છે દિન દયાળુ એવો, શાંભળશે દાદ મારી
ઇ જાણે છે મારા દિલની, કહીશ દિલની એને…હરી

તીરછી નજરે એણે ઘાયલ કર્યો છે મુજને
દિલડુ થયુ દિવાનુ ચાહે છે દિલથી એને…હરી

પ્રિત કરીને મુજથી, પરદે રહે છે પ્રિતમ
પ્રિતમ પ્રિતમ જંખે, દિલ દર્શન કારણ એને…હરી

એની નજરે જીવન મારૂ, જીવુ છુ ઇ નજરે
ગાફીલ છુ પણ એની, નજર મુજ પર છેને…હરી

Leave a Reply