હાલ ને મોગલ બોલ ને મોગલ Hal ne mogal bol ne mogal

હાલ ને મોગલ બોલ ને મોગલ
બાળ બોલાવે તોરાં બાઈ
તરવેડા ની થઈ તૈયારી
માથે ધર ને તું મછરાળી
હાલ ને મોગલ બોલ ને મોગલ…
માંડલીકે મર્યાદા મુકી મોણીયા
સામી જેદી મીટ માંડી
તેદી ભૂપત ને ભિખારી કિધો
જાજી ખમ્મા નાગલઆઈ
હાલ ને મોગલ બોલ ને મોગલ…
સરધારે સિંહણ રે બની ને
બાકર માર્યો તેં બાઈ
ભરી બજારે ઉભો ચીર્યો
જાજી ખમ્મા માં જીવણીઆઈ
હાલ ને મોગલ બોલ ને મોગલ…
સિંધ મા જેદી સુમરે રોકી
જાહલ ધીળી આહિર ની
નવધન ની તેં લાજુ રાખી
જાજી ખમ્મા વરુડીઆઈ
હાલ ને મોગલ બોલ ને મોગલ…
ખખડી ગાગર વળી તું પાછી
જોઈ લે જેતી લાખા ની
મહિડો મારી રાજ ઉથપ્પા
જાજી ખમ્મા જેતલઆઈ
હાલ ને મોગલ બોલ ને મોગલ…
પીથલ તું ને આઇ પુકારે
આવજે રાજલ ઉદા ની
લેલાદે ની લાજુ રાખી
જાજી ખમ્મા રાજલઆઇ
હાલ ને મોગલ બોલ ને મોગલ
ચારણ તારણ કારણ જનમી
મઢડે તું મહામાઇ
કેદાન તારા ગુણલાં ગાતા
જાજી ખમ્મા સોનલઆઇ
હાલ ને મોગલ બોલ ને મોગલ…

Leave a Reply