હું માંગુ ને તુ આપી દે ઈ મને મંજૂર નથી Hu mangu ne tu aapi de e vaat mane manjur nathi

હું માંગુ ને તુ આપી દે
ઈ મને મંજૂર નથી
બે હાથ ને મારા ફેલાવું તો
તારી ખુદાઈ દુર નથી… હું માંગુ

શા હાલ થયા છે પ્રેમીના
કહેવાની કશીય જરુર નથી
આ હાલ તમારા કહી દેશે
કાં સેથીમાં સિંદુર નથી… હું માંગુ

તુજ જુલ્મો સિતમની વાત સુણી
દીધા છે દિલાસા દુનિયાએ
હું ક્રુર જગતને સમજ્યો
તો પણ તારા જેવો ક્રુર નથી… હું માંગુ

આ આંખ ઉપાડી હોય છતાં
પામે જ નહીં દર્શન તારાં
એ હોય ન હોય બરાબર છે
બેનુર છે એમાં નુર નથી… હું માંગુ

જે દિલમાં દયાને સ્થાન નથી
ત્યાં વાત ન કર દિલ ખોલીને
પાણી વિનાના સાગરની
નાઝિર ને કશી ય જરૂર નથી… હું માંગુ

Leave a Reply