આવ્યો આવ્યો આજે મંગળવાર,
ભજો હનુમાન જતી, એ તો સંકટના હ૨ના૨…. ભજો હનુમાન જતી… આવ્યો…
આજે માસ ચૈત્ર ની પૂર્ણિમા
માતા અંજની એ જાયા હનુમાન
મોટા અંજની નો હરખ ન માય.. ભજો હનુમાન જતી…
આવ્યો…
એ તો રામના દૂત મહાન બળી,
એને ભજવાથી દુઃખડા જાય ટળી,
એ તો કહેવાય પવનકુમાર … ભજો હનુમાન જતી… આવ્યો…
એની તેલ સીંદૂરથી સેવા કરો,
કંઠે આકડાની ફૂલ માળા ધરો,
ધૂપ સળગાવો સુગંધીદાર… ભજો હનુમાન જતી… આવ્યો….
વ્રજ દેહ સૂરજસમ ક્રાંતિ જેની,
પિતા કેશરી અંજની માતા એની
એ તો ભક્તોના તારણહાર ….. ભજો હનુમાન જતી… આવ્યો…
એણે હાથે ગદા ગિરીરાજ ધર્યો,
એણે રાક્ષસ જુથનો નાશ કર્યો
થયા રામના એ છડીદાર…. ભજો હનુમાન જતી.. આવ્યો…
એના નામથી ભૂત પિશાચ નાસે,
જેને રામનું નામ છે શ્વાસે શ્વાસે,
જાય ગોવિંદજી બલિહાર…. ભજો હનુમાન જતી… આવ્યો…
ભજન ગમ્યો હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
Subscribe કરો મારી ચેનલ ને – https://www.youtube.com/c/JayabenRajawadha
Like. Comment. Share. Subscribe.
#HanumanJayantiBhajan #HanumanJayanti #JayabenRajawadha #Jayaben #GujaratiBhajan #Hanuman #Bhajan #Gujarati #JayabenNaBhajan #HanumanJayanti2021