જય શ્રી કૃષ્ણ 🙏💐
રાગ : તુ ને મુઝે બુલાયા શેરાવાલીયે
સાદ કરું સંકટમાં, દોડી આવજે,
નાવ પડી મઝધારે, નૈયા તારજે,
દોડી આવજે, દોડી આવજે, નૈયા તારજે, નૈયા તારજે
હો…હો…સાદ કરું…
તું છે સાગ૨, તું છે નૈયા, જીવન નૈયા નો ખેવૈયો,
તું મારે કે પાર ઉતારે, તુજ વિણ વ્હાલા કોણ ઉગારે,
વિનવું વારંવારે, દોડી આવજે,
નાવ પડી મઝધારે, નૈયા તારજે,
દોડી આવજે, દોડી આવજે, નૈયા તારજે, નૈયા તારજે
હો…હો…સાદ કરું…
સંકટમાં મન મારું ડગે ના, શ્રદ્ધા દોરી જો જે તૂટે ના,
રામ નામનું તરણું માંગુ, શ્યામ નામનું શરણું માંગુ,
રામ રમૈયા થઈને દોડી આવજે,
કૃષ્ણ કનૈયા થઈને દોડી આવજે
દોડી આવજે, દોડી આવજે, નૈયા તારજે, નૈયા તારજે
હો…હો…સાદ કરું…
ઝેર જગતના પી ના જાણું, ખટપટ ખોટી હું શું જાણું,
નામ સ્મરણ જે હૈયે રાખું, સંકટ સઘળાં સુખથી કાપું,
‘ભક્તિ આનંદ’ ગીતો ગવડાવજે
નાવ પડી મઝધારે, નૈયા તારજે,
દોડી આવજે, દોડી આવજે, નૈયા તારજે, નૈયા તારજે
હો…હો…સાદ કરું…
રણછોડરાય ની જય 🙏💐
ભજન ગમ્યો હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
Subscribe કરો મારી ચેનલ ને – https://www.youtube.com/c/JayabenRajawadha
Like. Comment. Share. Subscribe.